અમદાવાદ, તા.૯
સમગ્ર ગુજરાતના માથે કોરોના વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવે તો ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોનાનો ભોગ બની રહ્યા છે. અમદાવાદમાં ૮ ડૉક્ટર કોરોના સંક્રમિત બન્યા છે. ત્યારબાદ આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના સિનિયર IAS અધિકારીને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જયંતિ રવિની ટીમના આઇ.એ.એસ હરિત શુક્લાને કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. રાજ્યના સિનિયર આઈએએસ હરિત શુક્લા કોરોના સંક્રમિત થયા છે. તેઓ સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સેક્રેટરી છે અને તેમને કોરોના પોઝિટિવ આવતા ભારે ખળભળાટ મચ્યો છે. મહત્વપૂર્ણ છે કે, તેઓ છેલ્લા અઢી મહિના જેટલા સમયથી આરોગ્ય સચિવ જયંતિ રવિ સાથે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા. અઢી માસથી શુક્લા આરોગ્ય વિભાગમાં સેવા આપી રહ્યા હતા. છેલ્લા એક સપ્તાહથી શુક્લા રજા પર હતા. ત્યારબાદ તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. IAS હરીત શુક્લા પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પરંતુ તેમની તબિયત સારી છે હાલ તેમને કોઈ મુશ્કેલી નથી થઈ રહી. આરોગ્ય વિભાગમાં કાર્યરત હોવાના કારણે તેઓ છેલ્લા અઢી મહિના જેટલા સમયથી રાજ્યમાં કોરોનાના સંક્રમણને લઈ થતી આરોગ્ય વિભાગની મિટીંગોમાં તે સતત હાજર રહેતા, કોવિડ-૧૯ હોસ્પિટલોની મુલાકાત પણ લેતા હતા. આ સમયે તેઓ ડોક્ટરો સાથે અને અન્ય આરોગ્યકર્મીઓના સંપર્કમાં રહ્યા હતા.