(એજન્સી) નવી દિલ્હી, તા.૭
સમાજવાદી પાર્ટીએ ઉત્તરપ્રદેશમાંથી પૂર્વ અભિનેત્રી જયા બચ્ચનને રાજ્યસભા ઉમેદવાર બનાવવાની ઘોષણા કરી છે. યુપીમાં સપા ધારાસભ્યોની સંખ્યાને જોતાં જયા બચ્ચનનું એકવાર ફરીથી રાજ્યસભામાં જવાનું નક્કી હોય તેવું લાગી રહ્યું છે. યુપીમાં ર૩ માર્ચના રોજ રાજ્યની ૧૦ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. સમાજવાદી પાર્ટીની પાસે આ સમયે ૪૦૩માંથી ૪૭ ધારાસભ્યો છે જ્યારે એક રાજ્યસભા બેઠક પર જીત મેળવવા માટે ૩૭ ધારાસભ્યો હોવા જરૂરી છે. સંખ્યા દળને જોતા જયા બચ્ચનનો વિજય થશે તેવું માનવામાં આવી રહ્યું છે. ચૂંટણી બાદ તે બીજીવાર સપામાંથી રાજ્યસભાનું પ્રતિનિધિત્વ સંભાળશે. કહેવાય છે કે અમરસિંહે તેમને રાજકારણમાં પ્રવેશ અપાવ્યો હતો. ત્યારબાદ તે સપામાંથી પહેલીવાર રાજ્યસભા સાંસદ બન્યા હતા.