અમદાવાદ, તા.ર૦
જય શાહે ડિસેમ્બર ર૦૧૭માં અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટના આદેશને પડકાર્યો હતો. જે આદેશ દ્વારા ધ વાયર ઉપર મૂકાયેલ એકતરફી મનાઈ હુકમને રદ કરી એમને જય શાહના ધંધાને લગતી માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ તો ઉલ્લેખ કર્યા વિના પ્રસારિત કરવાની પરવાનગી આપી હતી. હાઈકોર્ટે નિચલી કોર્ટના આ આદેશને રદ કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટે મંગળવારે જય શાહ દ્વારા દાખલ કરાયેલ અરજી મંજુર કરી હતી. જેમાં નીચલી કોર્ટના આદેશને પડકારાયો હતો અને ધ વાયર ઉપર મૂકાયેલ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. ધ વાયરે જય શાહના ધંધામાં થયેલ અતિશય વધારા બાબત સમાચારો છાપ્યા હતા. હાઈકોર્ટના ચુકાદા મુજબ હવે ‘ધ વાયર’ જય શાહના ધંધાને લગતી કોઈ માહિતી પ્રસારિત કરી શકશે નહીં. જેમણે પહેલાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના આગમન પછી જય શાહના ધંધામાં ૧૬૦૦૦ ગણો વધારો થયો હતો. ધ વાયરે જણાવ્યું છે કે અમે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું.
અમદાવાદની કોર્ટના આદેશને પડકારતી અરજી જય શાહે ડિસેમ્બર ર૦૧૭માં કરી હતી. જય શાહે ‘ધ વાયર’ સામે ૧૦૦ કરોડનો બદનક્ષીનો દાવો કર્યો હતો. અમદાવાદની કોર્ટે પોર્ટલ સામે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો હતો અને એમને જણાવ્યું હતું કે જય શાહના ધંધાને લગતી કોઈ માહિતી પ્રસારિત નહીં કરવી. ડિસેમ્બર ર૦૧૭માં કોર્ટે આ પ્રતિબંધ ઉઠાવી લેવા આદેશ આપ્યો હતો જેને જય શાહે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.