(એજન્સી) તા.૧૮
પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ભારત-ચીનની સેનાઓ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતીય સેનાના ર૦ જવાન શહીદ થવાની ઘટના મુદ્દે સુપ્રીમકોર્ટના પૂર્વ ન્યાયધીશ માર્કન્ડેય કાત્જુએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યો હતો. તેમણે ગુરૂવારે ટવિટ કર્યું હતું કે જરા મુલ્ક કે રહબરો કો બુલાઓ, યહ ગલવાન ઘાટી, યહ લાશે દિખાઓ, યહ કર્નલ કી બિલખતી માં કો બતાઓ, વહ છપ્પન કા સીના કહાં હૈ’’ આ પહેલા ૧૩ જૂનના રોજ પણ કાત્જુએ મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ચીની સેનાએ લદ્દાખની સપરા ગલવાન ઘાટી પર કબજો મેળવી લીધો છે. પરંતુ આપણી સરકાર શાહમુર્ગની જેમ આંખો બંધ કરી બેઠી છે અથવા તો રોમન સમ્રાટ નીરોની જેમ સારંગી વગાડી રહી છે. કાત્જુએ આ પણ કહ્યું હતું કે ચીન હવે એક સમાજવાદી દેશ નથી તે મૂડીવાદી દેશ બની ગયો છે અને તેણે આક્રમક વિસ્તારવાદી નીતિ અમલમાં મૂકી છે.
‘જરા મુલ્ક કે રહબરો કો બુલાઓ, પૂછો છપ્પન કા સીના કહાં હૈ ?’ : સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કન્ડેય કાત્જુએ મોદી સરકાર પર નિશાન સાધ્યું

Recent Comments