(એજન્સી) તા.૯
આતંકવાદ વિરોધક કેન્દ્રીય કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું છે કે પકડાયેલ ગુનેગારના ઘરમાં હથિયાર મળ્યા છે જે સંભવિત રૂપે આતંકી ઈવેન્ટ ચલાવવા માટે ખરીદવામાં આવ્યા હતા. યુવાનની ઉંમર ર૧ વર્ષની છે. તેની નેધરસૈકસેન પ્રાંતમાંથી ધરપકડ કરવામાં આવી છે.
ઈન્ટરનેટ પર અલગ અલગ જગાઓ પર પોતાની કમેન્ટમાં આ યુવાએ કહ્યું હતું કે તે માર્ચ ર૦૧૯માં ન્યુઝલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચમાં થનારા આતંકી હુમલા જેવો મોટો હુમલો કરીને મુસલમાનોનો નરસંહાર કરવા માંગે છે.
જાણકારી મુજબ ક્રાઈસ્ટ ચર્ચમાં આતંકીએ બે મસ્જિદો પર નમાઝે જુમ્મા દરમ્યાન હુમલોે કર્યો હતો જેમાં પ૧ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આતંકવાદ નિરોધક કેન્દ્રીય કાર્યાલયનું કહેવું છે કે તપાસકર્તાઓએ આરોપીના ઘરેથી હથિયારો સિવાય કટ્ટરપંથી વિચારોવાળા દસ્તાવેજ પણ મળ્યા.