૬૭૦ નવોદય વિદ્યાલયના ર,૭૬,૧૩૪ વિદ્યાર્થીઓ પરિવાર સાથે ભાગ લઇ ઈતિહાસ રચશે
કોડીનાર તા.૨૩
કોરોના મહામારી વચ્ચે જયારે બાળકોનું તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય ઓનલાઈન થઈ રહ્યું છે ત્યારે દરવર્ષની જેમ ચાલુ વર્ષે પણ સરકાર દ્વારા બાળકોની શારીરિક અને માનસિક સ્થિતિ મજબૂત રહે માટે ફિટ ઇન્ડિયા સપ્તાહની વર્ચ્યુઅલ ઉજવણી કરવા સમગ્ર ભારતની તમામ નવોદય વિદ્યાલયના પી.ટી.શિક્ષકોએ નક્કી કર્યું અને તે કાર્યક્રમ તૈયાર કરવાની સંપૂર્ણ જવાબદારી કોડીનારના નીરજ જાનીએ લીધી ત્યારે આજે કોડીનાર જવાહર નવોદય વિદ્યાલય ખાતેથી સમગ્ર ભારતભરની નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓને જોડતી વર્ચ્યુઅલ ઉજવણીની શરૂઆત કરવામાં આવી. આ ઉજવણી નવોદય વિદ્યાલય સમિતિના મણિકુંતલ્લા સરકારમેડમની અધ્યક્ષતામાં ગીર સોમનાથ નવોદય વિદ્યાલય પ્રિન્સિપાલ પાટીલના માર્ગદર્શન હેઠળ પી.ટી.શિક્ષક નીરજ જાની દ્વાર એક યુટ્યૂબ લિંક તૈયાર કરવામાં આવી હતી. જેનું આજે ઓનલાઈન ઉદ્ધાટન નોઈડા કમિશ્નર વિનાયક ગર્ગએ કરી પ્રસારિત કરવામાં આવી આ કાર્યક્રમમાં દોરડાકુદ ફિટ ઇન્ડિયા વિષય પર ચિત્ર સ્પર્ધા, સુવિચાર લેખન અને નિબંધ સ્પર્ધા જેવી અનેક સ્પર્ધા ઓ વર્ચ્યુઅલ રીતે યોજાશે જેમાં ભારાતભરની ૬૭૦ નવોદય વિદ્યાલય અને ૨૭૬૧૩૪ વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી કુટુંબીજનો સાથે ભાગ લેશે જેનું ૮ પ્રાદેશિક ટીમો દ્વાર મૂલ્યાંકન થશે વિજેતાઓને પ્રોત્સાહિત કરાશે તેવું નવોદય વિદ્યાલય ગીર સોમનાથના પ્રિન્સિપાલ એસ.વી.પાટીલ એ અખબારી યાદીમાં જણાવ્યું હતું.
(તસવીર : અલ્તાફ મુગલ કોડીનાર)
Recent Comments