તા.૧૦
જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરૂદ્ધ ગત વર્ષે ઓગસ્ટમાં પોતાના પદ પરથી રાજીનામું આપનારા IAS અધિકારી કન્નન ગોપીનાથને ટ્‌વીટ કરી જણાવ્યુ કે, સરકારે તેમને ફરી ૈંછજીની નોકરી જોઇન કરવાનું આમંત્રણ આપ્યુ છે.
કન્નન ગોપીનાથને સરકાર તરફથી આવેલા પત્રના કેટલા અંશ શેર કરતા ટ્‌વીટ કર્યુ છે, “સરકાર તરફથી એક પત્ર મળ્યો છે, મને ફરી IASના રૂપમાં કર્તવ્યોનું પાલન કરવા કહેવામાં આવ્યું છે પરંતુ હું કોરોના-૧૯ મહામારી વિરૂદ્ધ આ લડાઇનમાં તન, મન અને ધનથી પોતાની તમામ સેવાઓનું વિસ્તાર કરૂં છું, આ કર્તવ્ય એક સ્વતંત્ર અને જવાબદાર નાગરિકના રૂપમાં હશે, કોઇ આઇએએસ અધિકારીના રૂપમાં નહી.”
કન્નને સરકારની ઓફર પર જે જવાબ આપ્યો છે તેની જાણકારી પણ તેમણે ટિ્‌વટર પર શેર કરી છે. કન્નન ગોપીનાથને લખ્યુ, “મારા રાજીનામાને લગભગ ૮ મહિના થઇ ગયા છે. સરકારને માત્ર લોકો અને અધિકારીઓને હેરાન કરતા જ આવડે છે. મને ખબર છે કે તે મને વધુ પરેશાન કરવા માંગે છે, છતા પણ હું આ કઠિન સમયમાં સરકાર માટે સ્વયંસેવક તરીકે દાદરા અને નાગર હવેલી અને દમણ-દીવમાં મારી સેવાની રજૂઆત કરૂં છું પરંતુ આઇએએસમાં ફરી સામેલ નહી થાઉં.” મહત્વપૂર્ણ છે કે, કન્નન ગોપીનાથને ગત વર્ષે ૨૧ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરની પુન રચના કાયદા વિરૂદ્ધ સરકાર પર ઉત્પીડન અને અન્યાયનો આરોપ લગાવતા પોતાની પ્રતિષ્ઠિત IASમાંથી રાજીનામું આપી દીધુ હતું. તે સમયે કન્નન ગોપીનાથને કહ્યું હતું, ‘આ યમન નથી, આ ૧૯૭૦ના દાયકાનો સમય નથી જેમાં તમે પુરી જનતાને મૂળ અધિકાર આપવાનો ઇન્કાર કરી દેશો અને કોઇ કંઇ નહી કહે.’ રાજીનામું આપ્યાના બે મહિના બાદ ગૃહ મંત્રાલયે તેમને આરોપ પત્ર મોકલ્યો હતો અને વિભાગીય તપાસનો સામનો કરવા કહ્યું હતું પરંતુ તે આરોપ પત્ર પર જવાબ મળવાના પાંચ મહિના બાદ સરકારે કન્નનને ફરી નોકરી પર આવવાની રજૂઆત કરી છે.
સરકાર તરફથી મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમારૂ રાજીનામું હજુ સુધી સ્વીકાર કરવામાં નથી આવ્યું અને જ્યાં સુધી સરકાર તેને સ્વીકાર નથી કરી લેતી તમે પદમુક્ત નથી સમજી શકાતા. જેના જવાબમાં કન્નને લખ્યુ છે કે, ગત સાત મહિનાથી સરકાર મને પગાર પણ નથી આપી રહી, માટે હું ખુદને પદમુક્ત સમજુ છું અને આગળ IASની નોકરીનો પ્રસ્તાવ ઠુકરાવું છું.