(એજન્સી) તા.૨૪
યોગી આદિત્યનાથ સરકારે સપ્ટે.૨૦૧૩માં મુઝફ્ફરનગર અને સામલીના કોમી રમખાણો દરમિયાન જાટ સમુદાયના આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ ૧૩૧ કેસો પરત ખેંચવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. આ માટે આદિત્યનાથ સરકારે મુઝફ્ફર નગર જિલ્લા વહીવટી તંત્રને જરુરી દસ્તાવેજો પણ મોકલી આપ્યા હોવાનું ન્યૂઝ ક્લીકના એક અહેવાલમાં જણાવાયું છે. જે ૧૩૧ કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે તેમાં મોટા ભાગના કેસોમાં મૂકવામાં આવેલ કેસો ઘાતકી અને ગંભીર છે એટલું જ નહીં ૧૩ કેસો ખૂનના અને ૧૧ કેસો ખૂનના પ્રયાસ કરવાના આરોપો સંબંધીત છે. ઘણા કર્મશીલો અને રાજકીય નિરીક્ષકોએ એવું જણાવ્યું છે કે મુસ્લિમો અને જાટને સંગઠિત કરવા માટે ચાલી રહેલા શાંતિ પ્રયાસોની શક્યતાથી ગભરાટમાં છે અને જાટ અને મુસ્લિમો સંગઠિત થઇ ન શકે અને તેમની એકતાને અટકાવવા માટે યોગી સરકારે રમખાણોના કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા શરુ કરી છે. કેટલાક કર્મશીલોએ જાટ અને મુસ્લિમો વચ્ચે પ્રદેશમાં ઘણી બેઠકો યોજી હતી અને પ્રારંભિક નક્કર પરિણામો પરથી એવી આશા ઊભી થઇ હતી કે આ બંને સમુદાયો હજુ પણ સંગઠિત થઇ શકે છે. રમખાણોના મુસ્લિમ પીડિતોએ આ શાંતિ બેઠકો બાદ જાટ પાડોશીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ કેસોમાં માફ કરીને પાછા ખેંચવાનું વચન આપ્યું હતું. આમ યોગી સરકારની કેસો પાછા ખંેચી લેવાની અણધારી હિલચાલનો મકસદ શાંતિ પ્રક્રિયાને ખોરવીને જાટ સમુદાય ભાજપની પડખે અડીખમ રહે તે સુનિશ્ચિત કરવાનો છે એવું ન્યૂઝ ક્લીક સાથેની વાતચીતમાં ભારતીય કિસાનસંઘના પૂર્વ નેતા ગુલામ મોહમદ જૌલાએ જણાવ્યું હતું. તેઓ હવે રમખાણો બાદ મુસ્લિમ ખેડૂતો સાથે કામ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રમખાણો દરમિયાન મોટા ભાગના મુસ્લિમો સહિત ૬૦ લોકોનાં મોત થયા હતા અને ૫૦૦૦૦થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા.
જાટ-મુસ્લિમોની એકતા અટકાવવા યોગી સરકારે જાટ વિરુદ્ધના કેસો પાછા ખેંચવાનું શરૂ કર્યું

Recent Comments