(એજન્સી) હૈદરાબાદ, તા.૨૭
પ્રખ્યાત ઉર્દૂ લેખક, હાસ્ય અને વ્યંગ્યકાર મુઝતબા હુસૈનનું લાંબી બિમારી પછી હાર્ટ એટેક આવતાં બુધવારે ૮૪ વર્ષની વયે અવસાન થયું હતું. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે હૈદરાબાદના રેડ હિલ્સ વિસ્તારમાં સ્થિત નિવાસસ્થાન પર અંતિમ શ્વાસ લીધા હતા. વૃદ્ધાવસ્થાને લગતી સમસ્યાઓના કારણે તે છેલ્લા કેટલાક સમયથી તેઓ અસ્વસ્થ ચાલી રહ્યા હતા. ઉર્દૂના ’માર્ક ટ્‌વેઇન’ તરીકે જાણીતા મુઝતબા હુસૈન તેમના સમયના સૌથી પ્રિય ઉર્દૂ હાસ્ય લેખક હતા. ૨૦૦૭ માં તેમને દેશનો ચોથા સર્વોચ્ચ નાગરિક એવોર્ડ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના નિધનને ભારતીય ઉપખંડમાં ઉર્દૂ સાહિત્ય માટે એક મોટી ખોટ માનવામાં આવે છે. મુઝતબા હુસૈન પ્રખ્યાત લેખક ઇબ્રાહિમ ઝલીસના ભાઈ હતા, જે પાકિસ્તાન જતા રહ્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં મુઝતબા હુસૈન જ્યારે પદ્મશ્રી એવોર્ડ પાછો આપવાની જાહેરાત કરી ત્યારે તેઓે ચર્ચામાં આવ્યા હતા. “મોદી સરકાર દેશમાં ભય અને દ્વેષનું વાતાવરણ ઉભું કરે છે” તેના વિરોધમાં તેમણે આ નિર્ણય લીધો હતો. તેમણે તેમના સાહિત્યિક જીવનની શરૂઆત તેમની રચના ’સિયાસત’ થી કરી હતી, જે હૈદરાબાદથી પ્રકાશિત અગ્રણી ઉર્દૂ દૈનિક અખબારમાં પ્રકાશિત થઈ હતી. આ અખબારમાં વાચકો તેમની રવિવારની કોલમની આતુરતાથી રાહ જોતા હતા. એવું કહેવામાં આવે છે કે મુઝતબા હુસૈનનાં પુસ્તકો વાંચવા માટે ઘણા લોકો એ સમયે ઉર્દુ શીખ્યા હતા. તેમણે તેમના જીવનકાળમાં અસંખ્ય પુસ્તકો અને પ્રવાસવૃતાંત લખ્યા, જેમાં ’જાપાન ચલો જાપાન’ નો સમાવેશ તેમનો ઉર્દૂ સાહિત્યમાં સૌથી મોટો ફાળો હતો, કારણ કે તે સમયે તે દેશ જાપાન વિશેની દુર્લભ અને રમૂજી બાબતો જાહેર કરતો હતો. ત્યાં બહુ ઓછા લોકો મુસાફરી કરતા હતા. ભારતના વિવિધ વિદ્વાનો દ્વારા તેમના જીવનકાળ દરમિયાન તેમના પર ઓછામાં ઓછા ૧૨ સંશોધન ગ્રંથો લખાયેલા હતા. તેમની કૃતિઓ ઓડિશા, કન્નડ, હિન્દી, અંગ્રેજી, રશિયન અને જાપાની ભાષાઓમાં અનુવાદિત થઈ છે.