મોસ્કો,તા. ૪
વર્લ્ડ કપ માટે જે ટીમો મુખ્ય રીતે દાવેદાર છે તેમાં એક ટીમ આર્જેન્ટિના પણ છે. તમામ ફુટબોલના દિગ્ગજો નક્કરપણે માની રહ્યા છે કે જ્યાં લિયોનેલ મેસ્સી જેવા ખેલાડી છે ત્યાં તમામ બાબતો શક્ય રહેલી છે. મેસ્સીએ પોતાની ટીમ તરફથી ૧૨૪ મેચો રમી છે. આ મેચોમાં તે ૬૪ ગોલ પોતાની ટીમ તરફથી કરી ચુક્યો છે. આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડીઓથી સજ્જ ટીમ ફીફા વર્લ્ડ કપમાં મોટા ઉલટફેર કરી શકે છે. છેલ્લા ઓલિમ્પિકમાં રનર્સ અપ રહી ચુકેલી આ ટીમ મેસ્સી પર મુખ્ય રીતે આધારિત છે. જો કે ટીમમાં અન્ય અનેક ખેલાડી પણ રહેલા છે. જેમાં માર્કોસ રોજો , નિકોલસ ઓટામેન્ડી, લુકાસ બીજીલિયાએવર બેનિગા, ડી મારિયા, મેસકરેન્હોનો સમાવેશ થાય છે. માર્કોસની વાત કરવામાં આવે તો તે ૫૬ મેચ રમી ચુક્યો છે. જ્યારે નિકોસલ ઓટામેન્ડી ૫૪ મેચો રમી ચુક્યો છે. લુકાસ ૫૭ મેચો રમી ચુક્યો છે. ડી મારિયાએ ૯૪ મેચો રમીચુક્યો છે. આ તમામ સ્ટાર ખેલાડીની હાજરીમાં તે મોટા ઉલટફેર કરી શકે છે. જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ફુટબોલ ચાહકો રાહ જોઇ રહ્યા છે તે ફિકા વર્લ્ડ કપ ફુટબોલની શરૂઆત થવા આડે ગણતરીના દિવસો રહ્યા છે. તમામ ટીમો તૈયારીમાં વ્યસ્ત બની ગઇ છે. ફિકા વિશ્વ કપની તૈયારીમાં વ્યસ્ત બનેલી ટીમો વચ્ચે પ્રેકટીસ મેચો શરૂ થઇ ગઇ છે. રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરી પણ રહેશે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ છે. વર્તમાન ચેમ્પિયન જર્મની આ વખતે પણ ફોટફેવરીટ તરીકે છે. રશિયામાં ૧૪મી જુનથી તેની શરૂઆત થયા બાદ ૧૫મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે.