અમરેલી, તા.રપ
જાફરાબાદ તાલુકાના ભટ્ટવદર ગામના પાટિયા પાસે ડબલ સવાર બાઈક ચાલકને પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રક ચાલકે અડફેટે લઇ લેતા રાજુલા તાલુકના ધૂળિયા આગરીયા ગામના સાળા-બનેવીના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
મળતી વિગતો અનુસાર રાજુલા તાલુકાના ધૂળિયા અગરિયા ગામે રહેતા જેરામભાઈ ડાયાભાઇ કલસરિયા (ઉવ-૪૫) તેમજ તેમના બનેવી સીસાભાઇ મથુરભાઈ જીંજાળા (ઉવ-૫૦ રહે.વડલીવાળા) બંને આજે ધૂળિયા અગરિયા ગામેથી જેરામભાઈનું બાઈક લઇ ભેંસની ખરીદી કરવા જઈ રહ્યા હતા ત્યારે ભટ્ટવદર ગામના પાટિયા પાસે પહોંચતા સામેથી આવી રહેલ ટ્રક નંબર જીજે-૧૫-૯૩૯૩ના ચાલકે પોતાનો ટ્રક પુરપાટ ઝડપે ચલાવી સામેથી આવી રહેલ જેરામભાઈના બાઇકને અડફેટે લઇ લેતા બંનેના ટ્રકના વહીલમાં ચગદાઈ જવાથી ઘટના સ્થળે મોત નિપજ્યા હતા બનાવ અંગે નાથાલભાઈ ડાયાભાઇ કલસરિયા એ અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી,બનાવ અંગે ધૂળિયા અગરિયા ગામના આ હીર સમાજમાં શોક છવાયેલ હતો.