જાફરાબાદ, તા.૧ર
રાજુલા જાફરાબાદ ખાંભા મતવિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેરને થોડા સમય પહેલાં જ રોહિસા ગામના યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, તેમના ગામની વર્ષો જૂની માંગ હતી કે, તેમને રમત-ગમત માટે સારૂં એક મેદાન મળી રહે જેથી યુવાનો આ મેદાનમાં ક્રિકેટ, વોલીબોલ સહિતની રમતો રમી શકે. તે રજુઆતને ધ્યાને લઇ યુવા ધારાસભ્ય દ્વારા પોતાના સ્વખર્ચે મેદાન બનાવી આપવાનું વચન પૂર્ણ કર્યું છે. ગામના આગેવાનો અને યુવાનોની હાજરીમાં વરસતા વરસાદે રમતગમતનાં મેદાનનું ઉદ્દઘાટન તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમયે ધારાસભ્ય દ્વારા એક ઓવરની બેટિંગ પણ કરી યુવાનોનો ઉત્સવ વધાર્યો હતો. આ તકે પ્રદેશ કોંગ્રેસના આગેવાન પ્રવિણભાઈ બારૈયા, દિપકભાઈ ત્રિવેદી, પ્રકાશભાઈ બાંભણીયા, ધોરી સાહેબ, મુનાભાઈ વાળા, ડાયાભાઈ મકવાણા, બચુભાઈ બારૈયા, કાદરભાઈ જાડેજા, હમીરભાઈ સાંખટ, ભરતભાઈ મકવાણા, નાનુભાઈ વાઘેલા, ગફારબાપુ, જીવનભાઈ બારૈયા, લક્ષ્મણભાઈ બાંભણીયા, ભરતભાઈ બારૈયા, કનુભાઈ સાંખટ, નાનજીભાઈ બારૈયા, શિવાભાઈ મકવાણા, દુલાભાઈ વાંજા, સહિતના સ્થાનિક આગેવાનો અને યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોની એકતા અને તાકાતનો પણ પરિચય થયો હતો.