જામનગર, તા.૨૪
જામજોધપુરના રબારીકા તથા વીરપરમાં અનુક્રમે જીનીંગ મીલ અને ખાણમાં વીજચોરી થતી હોવાની વિગત મળતા ધસી ગયેલા વીજ અધિકારીઓએ રૂા.૮૮ લાખની વીજચોરી કરવા અંગે પુરવણી બીલ ફટકાર્યા છે.
રબારીકામાં આવેલી જીનીંગ મીલમાં વીજ અધિકારીઓએ કરેલી ચકાસણીમાં જયોતિ ગ્રામ યોજનાના અંડર ગ્રાઉન્ડ કેબલમાંથી વીજળી મેળવી મીલના સંચાલકોએ એકત્રીસ કિલો વોટ વીજળીનો ગેરકાયદેસર વપરાશ કર્યો હોવાનું બહાર આવતા જીનીંગ મીલને રૂા.૫૭ લાખની વીજચોરી કરવા અંગે મેમો પકડાવવામાં આવ્યો છે. આ ઉપરાંત જામજોધપુરના વીરપર ગામમાં ખાણ વિસ્તારમાં કરવામાં આવેલા ચેકિંગમાં જયોતિ ગ્રામ યોજનાના કેબલમાંથી વીજળી મેળવી બાવીસ કિલો વોટનો કરાતો વપરાશ ઝડપાઈ ગયો છે તે સ્થળે એકત્રીસ લાખ રૂપિયાની વીજચોરી અંગે પુરવણી બીલ ફટકારવામાં આવ્યું છે.