જામનગર, તા.૮
જામનગરના મેયર હસમુખ જેઠવા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડેપ્યુટી મેયર કરશન કરમૂર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોષી, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા, શાસક પક્ષના નેતા દિવ્યેશ અકબરી, શહેર ભાજપ મહામંત્રી વિમલ કગથરા વગેરેએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રુપાણીની મુલાકાત લીધી હતી.આ તકે મુખ્યમંત્રીએ જામનગર શહેરને પીવાનું પૂરતું પાણી મળી રહેશે તેવી ખાત્રી આપી હતી. આ ઉપરાંત નવા થયેલા વિસ્તારોમાં પાણીના નેટવર્ક માટે વધુ ૪૦ કરોડ રુપિયા ફાળવવાની પણ મુખ્યમંત્રીએ ખાત્રી આપી હતી.