જામનગર, તા.૨૭
જામનગરના મહાદેવનગરમાં એલસીબીએ દરોડો પાડી ક્લબ પકડી પાડતા એસપીએ સિટી સી-ડિવિઝનના પીઆઈ, એક પીએસઆઈ અને ત્રણ પોલીસકર્મીને ફરજ મોકૂફ કરવાનો આદેશ કર્યો છે.
જામનગરના યાદવનગર ૫ાછળ આવેલા મહાદેવનગર સ્થિત એક મકાનમાં બુધવારે રાત્રે સ્થાનિક ગુનાશોધક શાખાના સ્ટાફે દરોડો પાડી ઘોડીપાસાની ક્લબ પકડી પાડી હતી. આ સ્થળેથી સાત પંટર ઝડપાયા હતાં જ્યારે સાત નાસી ગયા હતા. આ દરોડો સિટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એલસીબીએ પાડી જુગારધામ ઝડપી લેતા જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ આકરા પાણીએ આવ્યા હતા.
જે-તે પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એલસીબીએ દરોડો પાડી જુગારધામ પકડી પાડતા જે-તે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી સામે આકરા પગલા ભરી તાત્કાલિક અસરથી એસપીએ સિટી સી-ડિવિઝનના પીઆઈ જી.પી. પરમારને સસ્પેન્સન ફટકાર્યું છે.
આ ઉપરાંત ખોડીયાર કોલોની પોલીસચોકીના પીએસઆઈ આર.એમ. મકવાણા તેમજ સિટી સી-ડિવિઝનના ડી સ્ટાફના જમાદાર અબ્દુલ રઝાક કુરેશી તથા હેડકોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ખોડિયાર કોલોની પોલીસચોકીના હેડ કોન્સ્ટેબલ સીંહલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જામનગરના પીઆઈ, પીએસઆઈ સહિત પાંચને સસ્પેન્ડ કરવાનો એસપીનો આદેશ

Recent Comments