જામનગર, તા.ર૭
જામનગરના પોલીસ તંત્રમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટરની બદલી ઉપરાંત તાજેતરમાં જ અન્ય શહેરોમાંથી બદલી પામીને આવેલા અધિકારીઓને ચાર્જ સોંપવાનો જિલ્લા પોલીસવડા શરદ સિંઘલે હુકમ કર્યો છે.
હાલમાં સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એસ.એચ. રાઠવાને મહિલા પોલીસ સ્ટેશનની ઈન્વે. યુનિટ-ક્રાઈમ અગેઈન્સ્ટ વુમન શાખામાં બદલી આપવામાં આવી છે જ્યારે આ શાખામાં ફરજ બજાવતા પીઆઈ એમ.એમ. રાઠોડને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે.
તાજેતરમાં જ બદલી પામીને આવેલા પીઆઈ એમ.જે. જલુને સિટી સી-ડિવિઝનમાં પીઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે જ્યારે અગાઉ એસઓજીમાં ઈન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવી મોરબી બદલી પામેલા અને ફરીથી જામનગર મૂકાયેલા પીઆઈ સલીમ એમ. સાટીને એલઆઈબીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
નગરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનો ચાર્જ પીઆઈ ટી.એલ. વાઘેલાને સોંપવામાં આવ્યો છે. હાલમાં રીડર-ટુ-એસપી તરીકે ફરજ બજાવતા પીએસઆઈ એમ.આર. સવસેટાને બદલી આપી સિટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. લાલપુરમાં ફરજ બજાવતા પીએસઆઈ જે.બી. ખાંભલાને એસપીના રીડર પીએસઆઈની ફરજ પર મૂકવામાં આવ્યા છે.
પંચકોશી બી-ડિવિઝનના સેકન્ડ પીએસઆઈ બી.એસ. વાળાને લાલપુર, ધ્રોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મિલન એલ. આહીરને બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ નિયુક્ત કરવામાં આવ્યા છે. અન્ય શહેરમાંથી બદલી પામીને આવેલા પીએસઆઈ જે.પી. સોલંકીને સિટી સી-ડિવિઝન તથા પીએસઆઈ જે.આર. કરોતરાને પેરોલ ફર્લો સ્કવોર્ડમાં, પીએસઆઈ યુ.કે. જાદવને સિટી બી-ડિવિઝનમાં નિયુક્તી આપવામાં આવી છે.