જામનગર, તા.૧૦
નવી દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં હાજરી આપવા જામનગર શહેર ભાજપ પ્રમુખ ધારાસભ્ય-મેયર આવતીકાલે રવાના થયા હતા
ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક તા.૧૧ના નવી દિલ્હીમાં યોજવામાં આવી છે જેમાં ધારાસભ્ય તથા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.
જામનગર શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મેયર હસમુખભાઈ જેઠવા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના લગભગ આઠેક હોદ્દેદારો આ કારોબારીમાં ભાગ લેવા આવતીકાલે નવી દિલ્હી જવા માટે રવાના થશે.