જામનગર, તા.૧૫
જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ ના ૧૪૦થી વધુ ઈન્ટર્ન તબીબોએ આજે સતત બીજા દિવસે પણ કામગીરીનો બહિષ્કાર કર્યો હતો, અને મેડીકલ કોલેજ કેમ્પસમાં બેનરો પોસ્ટરો લઈને વિરોધ પ્રદર્શન કર્યા હતા. જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજ માં અભ્યાસ કરતા ૧૪૦થી વધુ ઈન્ટર્ન તબીબો કે જેઓ દ્વારા પોતાનું સ્ટાઇપેન્ડ વધારવાના મુદ્દે લડત ચલાવી રહ્યા છે અને ગઈ કાલથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેઓ દ્વારા આજે સતત બીજા દિવસે પણ દેખાવો કરવામાં આવ્યા હતા. આશરે ૧૪૦થી વધુ ઇન્ટર્ન તબીબો એમ.પી.શાહ મેડીકલ કોલેજ ના દરવાજા ની સામે વિરોધ પ્રદર્શન માટે બેસી ગયા હતા, અને પોતાના હાથમાં બેનરો- પોસ્ટરો લગાવી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. તમામ ઇન્ટર્ન તબીબોએ સોશિયલ ડિસ્ટન્સ નું ધ્યાન રાખીને મોઢા પર માસ્ક પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.