જામનગર, તા.૧૯
જામનગરમાં સ્વાઈનફ્લૂનો કહેર યથાવત્‌ જળવાઈ રહ્યો છે. હાલ પણ આઈશોલેશન વોર્ડમાં ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે તેમાંથી બે દર્દીઓની તબિયત ગંભીર ગણાવાઈ રહી છે.ઠંડીના સહારે વધુ વકરતી સ્વાઈનફ્લૂની મહામારીએ આ સિઝનમાં જામનગરને રીતસર ધમરોળ્યું છે. ગત સપ્તાહમાં જ જામનગરની હોસ્પિટલમાં પાંચ દર્દીના મૃત્યુ થયા હતા.આજની સ્થિતિએ પણ જામનગરની જી.જી. હોસ્પિટલના આઈશોલેશન વોર્ડમાં ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાંથી બે દર્દીઓની હાલત નાજુક ગણાવાઈ રહી છે. એકંદરે દરરોજ એક-બે દર્દીને રજા આપવામાં આવે છે તો દરરોજ નવા દર્દીઓ આ રોગમાં સપડાઈ રહ્યા છે અને હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે.