જામનગર, તા.૨૬

જામનગરની જી.જી.હોસ્પિટલના આઇસીસીયુ યુનિટમાં ગઇકાલે ભીષણ આગ લાગી હતી. જો કે સદનશીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. પરંતુ આ આગમાં અઇસીસીયુ યુનિટનો આખો વોર્ડ બળીને ભસ્મ થઇ ગયો હતો. જેમાં આઇસીયુ યુનિટની તમામ મેડીકલ સામગ્રી પણ નાશ પામી હતી. જેને લઇને આ આગ શોક-સર્કિટને કારણે લાગી હોય જેથી તપાસ માટે પીઆઇયુની ગાંધીનગરથી એક ટીમ તપાસ અર્થે આવી પહોંચી હતી.

ગાંધીનગરથી પીઆઇયુના ઇલેકટ્રીક વિભાગના સુપ્રિટેન્ડન્ટ અધિકારી મહેતાએ સ્થાનિક ઇલેકટ્રીક વિભાગના અધિકારીઓને સાથે રાખી આઇસીસીયુ યુનિટની મુલાકાત લીધી હતી. તેઓએ આ આગ ઇલેકટ્રીક શોકસર્કિટના કારણે લાગી હોય જેથી આ બાબતનો ખાસ અભ્યાસ પણ ઘટના સ્થળ ઉપર કરીને આગ કયાથી લાગી હતી તે અંગે પણ નિરીક્ષણ કર્યુ હતું.

જો કે આ આગમાં વોર્ડની અંદર ર્થમોકોલની સીટો અને લાકડાના પાટીશન તેમજ મેડીકલ સાધનો અને દર્દીઓ માટેના બેડ મોટા પાગે પ્લાસ્ટીકના હોવાથી અને ઇલેકટ્રીક સાથે મેડીકલ ઇલેકટ્રીક સાધનો તેમજ વોર્ડમાં લાગેલા એસી, પંખાઓ, ઇલેકટ્રીક લાઇટો તેમજ ઇલેકટ્રીક વાયરીંગ આ બધી જ બાબતો અંગે જાતનિરીક્ષણ કરીને આગનું કારણ શોધશે. તેમજ જી.જી.હોસ્પિટલના જુના બિલ્ડીંગમાં ઇલેકટ્રીક વાયરીંગ અંગે પણ અભ્યાસ કરી જયાં જુનુ વાયરીંગ હાલમાં છે ત્યાં આવો કોઇ બનાવ ન બને તે માટે સલામતીના ભાગરૂપે જરૂરી પગલાઓ લેવા અને ઇલેકટ્રીક વાયરીંગ અંગે ઇલેકટ્રીક સાધનો અંગે શું સ્થિતિ છે. તે અંગેનો અહેવાલ તૈયાર સુપ્રિટેન્ડન્ટ એન્જીનિયર ઇલેકટ્રીક વિભાગના મહેતાની આગેવાની હેઠળ તૈયાર કરવામાં આવશે અને આ અહેવાલ તેઓ ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશ્ર્‌નરને સોંપશે. આજે તેઓએ જામનગર જી.જી.હોસ્પિટલના અધિક્ષક ડો.દિપક તિવારી સાથે પણ એક મીટીંગ યોજી હતી અને હોસ્પિટલના ઇલેકટ્રીક સાધનો અંગે સતત ચર્ચા વિચારણા કરી હતી.