જામનગર, તા.૭
જામનગર મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં ફાયરમેન ની ૪૨ જેટલી જગ્યાઓ ખાલી છે. જેમાં હંગામી ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, અને આજે ૬૫ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા છે, અને તેઓનું શારીરિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ૫૪ ઉમેદવારો હાજર રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં ૪૨ જેટલી ફાયરમેનની જગ્યાઓ ખાલી છે, જે ભરવા માટેની જાહેરાત કરાયા પછી મહાનગર પાલિકામાં કુલ ૮૮ ફોર્મ ભરાયા હતા. જે પૈકી ૬૫ ઉમેદવારોને આજે ઇન્ટરવ્યૂ માટે અને ફિટનેસ પરીક્ષણ માટે બોલાવાયા હતા. જે પૈકી ૫૪ ઉમેદવારો હાજર રહ્યા હતા. જેનો સૌ પ્રથમ સ્પોટ્‌ર્સ સંકુલમાં સ્વિમિંગ તેમજ રસ્સા પર ચડવા સહિતનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સાથોસાથ એસ.એસ.બી.ના ગ્રાઉન્ડમાં દોડની પ્રેક્ટિસ પણ કરાવાઈ હતી અને તમામ ઉમેદવારોના હાઈટ, વજન વગેરે ફિટનેસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે ફિટનેસની પ્રક્રિયા દરમિયાન એસએસબી તેમજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમ હાજર રહી હતી.