જામનગર, તા.૩૦
જામનગરની ભાગોળે સાલુપીરની દરગાહ પાછળ રંગમતી નદીના પાણીમાં ગરક થવાથી બે પિતરાઇ ભાઇના મૃત્યું નિપજ્યા હતાં. કિશોર પાણીમાં પડતા તેને બચાવવા જતા તેના પિતરાઇ ભાઇએ પણ પાણીમાં ઝંપલાવ્યું હતું. જો કે બંને પાણીમાં ગરક થતા દોડી આવેલી ફાયર શાખાએ બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતાં.
જામનગરમાં કાલાવડ ગેઇટ બહાર ખોડીયાર સોસાયટીમાં રહેતો આદમખુરેશી (ઉ.વ.૨૫) અને ખોજાગેઇટ પાસે હાજીપર ચોકમાં રહેતો નુરમામદ ખુરેશી (ઉ.વ.૧૩) નામના પિતરાઇ ભાઇઓ શહેરની ભાગોળે રંગમતિ નદી પાસે નુરમામદ નામનો કિશોર પાણીમાં નહાવા માટે પડ્યો હતો. જો કે, તે એકાએક પાણીમાં ડુબવા લાગતા તેને બચાવવા માટે આદેમ પણ પાણીમાં ઝંપલાવ્યું હતું. જો કે, આ બંને પિતરાઇ ભાઇઓ પાણી અંદર ગરક થતા ડુબી ગયા હતાં. આ બનાવની ફાયર શાખા અને સીટી એ પોલીસને જાણ તથા તાકીદે સ્થળ પર દોડી ગયા હતાં. ફાયર શાખાને લગભગ અડધા કલાક સુધી જહેમત બાદ બંનેના મૃતદેહને બહાર કાઢયા હતાં. આથી પોલીસે મૃતદેહનો પોષ્ટમોર્ટમ અર્થે જી.જી.હોસ્પિટલમાં મોકલી આપ્યા હતાં. બનાવની જાણ થતા મૃતકના પરીવારજનો પણ દોડી આવ્યા હતાં. એક સાથે બે-બે વ્યક્તિનો ભોગ લેવાતા પરિવારમાં માતમ છવાયો હતો.