જામનગર,તા.૧
જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને તેને સંલગ્ન જી.જી. હોસ્પિટલ સાથે જોડાયેલ ૧૮ તબીબી છાત્ર અને ૬ તબીબોને રાજ્ય સરકારના આરોગ્ય કમિશનરની સુચનાથી ડેપ્યુટેશન ઉપર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોલકવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો સૌથી વધુ પ્રસાર અમદાવાદ પંથકમાં પ્રવર્તિ રહ્યો છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે વધુ તબીબી સ્ટાફની જરૂરિયાત ઉભી થઇ છે. પરિણામે અન્ય જિલ્લાની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને સિવિલ હોસ્પિટલમાં તબીબી પ્રેકટીશ કરતા તબીબી છાત્રો અને એ ઉપરાંત કેટલાંક સિનિયર તબીબોને ડેપ્યુટેશન ઉપર હંગામી ધોરણે અમદાવાદ બોલાવાઇ રહ્યાં છે. જામનગરથી પણ ૨૪ની એક ટીમ ડેપ્યુટેશન ઉપર અમદાવાદ મોકલવામાં આવી છે.