જામનગર, તા.૧૫
જામનગરની સાધના કોલોનીમાં ભત્રીજાની ધોકો મારી હત્યા નિપજાવનાર બંને કાકાની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હત્યામાં વપરાયેલો ધોકો કબજે કર્યો છે. કામ-ધંધો કરવા આવેલો ભત્રીજો મદદ કરતો ન હોય કાકાઓએ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.જામનગરના સાધના કોલોનીમાં કાકા વિક્રમસિંહ નારૂભા તથા દોલુભા નારૂભા રાઠોડ સાથે કામ-ધંધો કરવા ધ્રોલથી આવીને રહેતા ભત્રીજા મહાવીરસિંહ રાઠોડ (ઉ.વ.૩૦) નામના યુવાનને બંને કાકાઓએ કોઈ કામ-ધંધો કેમ કરતો નથી ? તેમ કહી બોલાચાલી કર્યા પછી અત્યંત ઉશ્કેરાટમાં આવી ધોકો ફટકારી તેની હત્યા નિપજાવી હતી.ત્યારપછી ધ્રોલથી ધસી આવેલા માતા ગુલાબબાએ પોતાના પુત્રની હત્યા નિપજાવવા અંગે બંને દિયર વિરૂદ્ધ સિટી ‘એ’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત બંને આરોપીઓની ગઈકાલે સિટી ‘એ’ ડિવિઝનના પીઆઈ એસ.એચ. રાઠવા તથા સ્ટાફે ધરપકડ કરી હત્યામાં વપરાયેલો ધોકો કબજે કરી તેઓની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે.
જામનગરની સાધના કોલોનીમાં ભત્રીજાની હત્યા કરનાર કાકાની ધરપકડ

Recent Comments