જામનગર, તા.ર૧
જામનગરમાં કેન્સર હોસ્પિટલની સુવિધા આપવાની રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીએ જાહેરાત કરતા જામનગરની કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના પ્રમુખ ડૉ. કલ્પનાબેન ખંઢેરિયા તથા સંસ્થાની ગવર્નિંગ કાઉન્સિલે એક યાદીમાં સરકારના નિર્ણયને આવકાર આપી આભારની લાગણી વ્યક્ત કરી છે.
છેલ્લા પાંચ વર્ષથી કેન્સરનું નિદાન થયા પછી જામનગર અને દેવભૂમિ દ્વારકા કેન્સરના દર્દીઓને આગળ સારવાર માટે પડતી હાલાકી અંગે જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના પ્રમુખ ડો. કલ્પના ખંઢેરિયા તથા ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા મે ર૦૧૮માં આરોગ્ય કમિશનર જયન્તી રવિને પત્ર, ઈમેઈલ તથા રૂબરૂ રજૂઆત કરી હતી. ડિસેમ્બર માસના અંતમાં પી.એમ. નરેન્દ્રભાઈ મોદી તથા સી.એમ. વિજયભાઈ રૂપાણીને તેમના પર્સનલ ઈમેઈલ ઉપર રજૂઆત કરી હતી. પ્રધાનમંત્રી મોદી તથા વિજયભાઈ રૂપાણી તથા આરોગ્ય પ્રધાન નીતિનભાઈ પટેલનો જામનગરને કેન્સર હોસ્પિટલ ફાળવવા બદલ જામનગરની જનતા વતી જામનગર કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટે આભાર માન્યો છે. આવી જ તાતી જરૂરિયાત વ્યસનમુક્ત કરે તેવા વ્યસનમુક્ત કેન્દ્રની છે તેની માટેની અમારી રજૂઆતોને ધ્યાનમાં લેવા રજૂઆત કરવામાં આવી છે.