જામનગર, તા.રર
જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનો વાયરસ બેકાબુ બની રહ્યો છે. ગત શનિવારે બપોર પછી આજે બ૫ોર સુધીમાં જામનગરમાં ૨૧ કેસ નોંધાયા છે. જેમાં આજે બપોરે એક સાથે ૬ કોરોનાના કેસ આવ્યા છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયાના પ્રૌઢનું કોરોનાથી આજે જી.જી.હોસ્પિટલમાં મૃત્યું થતાં દ્વારકા જિલ્લાનો કોરોનાથી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે.
ગત શનિવારે બપોરના બેચમાં જામનગરની હોસ્પિટલમાં ઓર્થોપેડીક ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો. આ ઉપરાંત મૂળ ખંભાળીયાના ૭ર વર્ષીય પુરૂષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો ત્યાર૫છી તેઓનું આજે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મૃત્યું થયું છે.
તો ગઈકાલના સવારના બેચમાં દિગ્વિજય પ્લોટમાં રહેતા ૫૫ વર્ષના પુરુષ, પાંચ હાટડી વિસ્તારના ૪૫ વર્ષના મહિલા, ૨૩ વર્ષની તાર મામદ સોસાયટીના મહિલા અને ૫૫ વર્ષના ખોડિયાર કોલોનીના પુરૃષનો રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતા. ત્યાર પછી ખંભાળીયા નાકા વિસ્તારના ૪૮ વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ મળતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી ગત સાંજે ૫૮ વર્ષના ગુરૃદ્વારા વિસ્તારના પુરૂષ, ૩૧ વર્ષના અશોક નામનો યુવાન અને કૃષ્ણનગર વિસ્તારનો ૩૦ વર્ષનો યુવાન ત્યાર પછી પંચેશ્વર ટાવર, વંડાફળી વિસ્તારના ૫૧ વર્ષના પુરૂષ, ૨૫ વર્ષનો પાંચ હાટડી ડેલા વિસ્તારનો યુવાન અને ૫૫ વર્ષના પાંચ હાટડી ટેન્ક વિસ્તારના પુરૂષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ મળતા તમામને આઈશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યારે આજે સવારના બેચમાં વધુ કાલાવડ તાલુકાના દેવપર રણુંજાના ૫૩ વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે. તેમને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આજે બપોરના બેચમાં (૧) ૪૭ વર્ષીય પુરુષ એફ-૫૦૫, ન્યુ સાધના કોલોની (૨) ૫૩ વર્ષીય સ્ત્રી મીનાક્ષી સ્કૂલની બાજુમાં, બરડાઈ સ્કૂલ નજીક, કૃષ્ણનગર (૩) ૨૭ વર્ષીય સ્ત્રી મીનાક્ષી સ્કૂલની બાજુમાં, બરડાઈ સ્કૂલ નજીક, કૃષ્ણનગર (૪) ૬૦ વર્ષીય પુરુષ મીનાક્ષી સ્કૂલની બાજુમાં, બરડાઈ સ્કૂલ નજીક, કૃષ્ણનગર (૫) ૩૧ વર્ષીય પુરુષ ઈ-૪ રણજિતનગર, (૬) ૪૪ વર્ષીય પુરુષ વંડાફળી શેરી નં. ૧, પંચેશ્વર ટાવર વિસ્તારનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આમ આજે એક દિવસમાં સાત કેસ કોરોના પોઝિટીવ નોંધાતા ભયનો માહોલ ફેલાયો છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં હાલની સ્થિતિએ ૬૫ દર્દીઓ સારવાર હેઠળ છે.