જામનગર, તા.૨૮
જામનગરની જી.જી.હોસ્પિટલમાંથી કોરોનાના વધુ પાંચ દર્દીને રજા આપવામાં આવી હતી. કોવિડ-૧૯ વોર્ડમાં કુલ ૧૭ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. જેમાંથી આજે પાંચ દર્દીને રજા આપવામાં આવતા હવે કુલ ૧૨ દર્દી સારવાર હેઠળ છે. જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૫૨ દર્દી નોંધાઈ ચૂક્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટેના તમામ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. તેવામાં જી.જી.હોસ્પિટલમાં કોરોના વાયરસના કુલ ૧૭ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જી.જી.હોસ્પિટલની કોવિડ-૧૯ વોર્ડમાં સારવાર લઈ રહેલા આ ૧૭ દર્દીમાંથી પાંચ દર્દીઓએ કોરોના સામે જીત મેળવી છે. આ દર્દીઓની તબિયતમાં સુધારો થતાં આજે આ તમામ પાંચ દર્દીને રજા આપવામાં આવી હતી. આજે રજા આપવામાં આવેલા દર્દીઓમાં એક જ પરિવારના લોકો છે જેમાં સુનીલ ભટ્ટી, ભાવીશા ભટ્ટી, ઈશિતા ભટ્ટી, હર્ષદ ભટ્ટી તેમજ ત્રણ વર્ષનો બાળક લક્ષને રજા આપવામાં આવી છે. આજે રજા આપવામાં આવેલા પાંચેય દર્દીને આયુર્વેદ હોસ્પિટલમાં સાત દિવસ ક્વોરન્ટાઈન કરવામાં આવશે.