જામનગર, તા.ર૧
જામનગરમાં વધુ એક દર્દીનો સ્વાઈનફલૂનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો. હાલ આઈશોલેશન વોર્ડમાં કુલ બે દર્દી સારવાર હેઠળ છે. ઉપરાંત બે દર્દીને ડેન્ગ્યુ લાગુ પડ્યો હતો. જામનગરમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી વખત સ્વાઈનફ્લૂનો ફુફાડો વધ્યો છે.ગત શનિવારે પણ એક દર્દીનો રિપોર્ટ સ્વાઈનફલૂ પોઝિટિવ મળ્યો હતો. આથી તેમને આઈશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આમ આ વોર્ડમાં દાખલ દર્દીઓની કુલ સંખ્યા બે ઉપર પહોંચી છે.ઉપરાંત ગઈકાલે ડેન્ગ્યુની તપાસણી દરમિયાન પણ બે દર્દીના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ મળ્યા હતાં. આથી તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.