(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૯
જામનગરમાં બપોર બાદ મહાપ્રભુજીની બેઠક નજીક નાગમતી નદીમાં એક યુવક અને સાથે રહેલો એક કિશોરનું નદીના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ બંને પશુ ચરાવવા જતા આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે, રમઝાન મહિનામાં જ બે મુસ્લિમના મોતથી માતમ છવાઈ ગયું છે.
આજે બપોર બાદ આમદભાઈ મતવા (ઉ.વ. ૨૫) અને નુરમહંમદ કુરેશી (ઉ.વ. ૧૩)ના મહાપ્રભુજીની બેઠક નજીક નાગમતી નદીમાં ડૂબી જતા મોત નિપજ્યા હતા. આમદભાઈ કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા હતા અને દૂધનો વ્યવસાય કરે છે, તેની સાથે નુરમહંમદ કુરેશી પણ નદી પાસે ઢોર ચરવા ગયો હતા, અને નુરમહંદ નદીમાં ડૂબવા લગતા તેને બચાવવા આમદભાઈએ પણ છલાંગ લગાવી હતી અને બંને પાણીમાં ગરક થઇ ગયા હતા. આ બનાવની જાણ થતા જ ફાયરના જવાનોએ આવી બંનેના મૃતદેહો નદીમાંથી બહાર કાઢ્યા છે. રમઝાન મહિનામાં બનેલા આ બનાવથી અરેરાટી પ્રસરી ગઈ છે.