જામનગર૪ તા.૧૧
જામનગરમાં કોરોના કેઈસમાં રાફડો ફાટ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં જિલ્લામાં વધુ અધધધ ર૭ કેસ નોંધાતા તંત્ર વાહકોની દોડધામ વધી જવા પામી છે. જામનગર શહેર-જિલ્લામાં કોરોના મહામારી વ્યાપક પણે ફેલાઈ રહી છે. તેમાં પણ છેલ્લા ર૪ કલાકમાં જાણે વિસ્ફોટ થયો હોય, તેમ ર૭ કેસ નોંધાયા છે. ધ્રોલમાં રહેતા બાનુબેન ગફારભાઈ ડોસાણી (ઉ.વ. ૬ર)નું કોરોનાની બીમારીની સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે જામનગરના ગુરૂદ્વારા પાસે જયભવાની એપાર્ટમેન્ટમાં રહેતા પ્રદીપભાઈ દવે (ઉ.વ. ૬ર)નું આજે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તમામ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શહેર-જિલ્લામાં બેકાબૂ બની રહેલા કોરોના વાયરસના સંક્રમણને રોકવા તંત્રએ કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. દરમ્યાન શહેરમાં હવાઈ ચોક વિસ્તારમાં નિયમનો ઉલાળીયો કરીને માણસોની ભીડ એકત્ર કરતા ત્રણ દુકાનો ચા-પાનવાળાની દુકાનદારોની દુકાનો સીલ કરવામાં આવી હતી.