(સંવાદદાતા દ્વારા)
જામનગર, તા.૧૪
જામનગરમાં કોરોના મહામારીને ગંભીરતાથી ધ્યાને લઈ રાજયના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકારોએ પ્રશ્ન પૂછતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં કોરોનાના કેસોની બાબતને લઇ જુદા-જુદા વિસ્તારોમાંથી સમયાંતરે સેમ્પલો લેવામાં આવે છે. જામનગરમાં કોરોના કેસો અને મૃત્યુના રાજ્યકક્ષાના બુલેટીંનમાં આંકડા છૂપાવવામાં આવે છે તે પ્રશ્નના જવાબમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આ બાબત અંગે તપાસ કરવામાં આવશે. જે વિસંગતા હશે તે દૂર કરાશે, તેમ કહ્યું હતું તેઓ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યા વધવા અંગે લોકડાઉનની અમલવારી પછી જે છૂટછાટો લઈ અવર-જવરને જવાબદાર ગણાવી હતી. લોકો જાગૃત બને અને સ્વયમ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરે તે જરૂરી છે. જામનગર જી. જી. હોસ્પિટલમાંથી તબીબો કે નર્સિંગ સ્ટાફને અમદાવાદ નિમણૂકના પ્રશ્નના જવાબમાં સ્પષ્ટતા કરી હતી કે, હવે પછી જામનગર સહિત સૌરાષ્ટ્રમાંથી કોઈને નિમણૂક અપાશે નહીં કે લઈ જવામાં આવશે નહીં. કોરોનાની સારવાર હવે જામનગરની ખાનગી હોસ્પિટલમા પણ મેળવી શકાશે, આમ સરકારી હોસ્પિટલમાં તો સારવાર ઉપલબ્ધ છે તેની સાથે-સાથે કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માંગશે, તો તે પણ સારવાર ખાનગી હોસ્પિટલના તબીબો આપશે તેમ આરોગ્ય કમિશનર જયંતિ રવિએ પત્રકારાને જણાવ્યું હતું.