(સંવાદદાતા દ્વારા)
જામનગર, તા.રપ
સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ પણ સરકારે બોધપાઠ લીધો ન હોય તેમ આજે જામનગરની જી.જી. હોસ્પિટલના આઈ.સી.યુ. વિભાગમાં આગ લાગતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓમાં ગભરાટ સાથે નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે કોઈની જાનહાનિ કે ઈજા થઈ ન હતી પરંતુ તંત્રની બેદરકારીની પોલ ઉઘાડી પડી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ફાયર સેફટીના સાધનો એકસપાયરી ડેટના છે. જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના જુના બિલ્ડીંગ માં આગ : આઈ.સી.સી.યુ.ના ૯ ક્રિટિકલ દર્દીઓની સલામત રીતે રેસ્ક્યુ કરી અન્ય વોર્ડ માં ખસેડાયા : તમામ દર્દીઓની હાલત સ્થિર : આગ નું કારણ શોર્ટ સર્કિટ જાણવા મળ્યું છે. મેડિકલ ૈંઝ્રેં વિભાગમાં આગ લાગી ત્યારે ૯ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. આગ લાગતા જ ૪ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂ લીધી હતી. આ સાથે જ ૈંઝ્રેં વિભાગમાં રહેલા દર્દીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ ૈંઝ્રેં વિભાગની બારીમાંથી દર્દીઓને બહાર કાઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં ICU વિભાગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને બાદમાં આગ વોર્ડમાં પ્રસરી હતી. આથી દર્દીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલના કર્મચારીઓએ ફાયર સેફ્ટીના સાધનોથી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જીજી હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં લાકડાનો વપરાશ વધારે કરવામાં આવ્યો છે. આથી લાકડાને કારણે આગ વધુ પ્રસરી હતી. જો કે, તાત્કાલિક સ્થાનિક લોકો બચાવ કાર્યમાં લાગી જતા દર્દીઓના જીવ બચી ગયા હતા. ૈંઝ્રેં વિભાગ આગમાં બળીને ખાખ થઈ ગયો છે. જામનગરની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આજે બપોરે એકાએક આગ ફાટી નીકળી હતી. આ અંગે જામનગર કલેક્ટરને પૂછવામાં આવતા તેમને જણાવ્યું કે ૨.૪૫ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ૧૦થી ૧૫ મિનિટમાં જ કોર્પોરેશનની ટીમ પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસરો પણ પાંચેક મિનિટમાં પહોંચી ગયા હતા. આથી કોઇ પણ જાનહાનિ થઈ નથી. હોસ્પિટલના સ્ટાફને પણ કોઈ નુકસાન પહોંચ્યું નથી. વોર્ડની અંદર સામાન, ઇલેક્ટ્રોનિક આઈટમો બધા બળી ગયા છે. ૯ દર્દી સારવાર હેઠળ હતા અને તેમાં ત્રણ દર્દી વેન્ટિલેટર પર હતા. ૬ દર્દી ઓક્સિજન પર હતા. આ બધા જ દર્દીને ૈંઝ્રેંમાંથી બહાર કાઢી બાજુના વોર્ડમાં શીફ્ટ કરી દેવામાં આવ્યા છે. ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટ વાળા છે કે નહીં તે હું તપાસ કરીને જ કહીશ. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી તેવું અમારા ફાયર ઓફિસર કહે છે. આ બિલ્ડિંગ બહુ જ જૂનું છે અને વાયરિંગ પણ જૂનું છે.