જામનગર, તા.૨
જામનગરમાં દિગ્જામ સર્કલથી સમર્પણ વચ્ચે આવેલા ઓવરબ્રીજ પરથી રોંગ સાઇડમાં પસાર થતી એક ઓટો રીક્ષા બોલેરો સાથે અથડાઇ હતી. જેમાં રીક્ષા ચાલક રીક્ષા મુકી નીચે પડી જતા ઘટના સ્થળે જ બેશુદ્ધ થઇ ગયો હતો. દરમ્યાન ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સામેની સાઇડમાં પસાર થતા કોઇ વાહન ચાલકે પોતાના મોબાઇલમાં શુટીંગ કરી લીધી હતી. આ વીડિયો ગત રાત્રીથી જ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પોલીસે આ બનાવ અંગે રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.