જામનગર, તા.૮
જામનગરના એક મેમણ આસામીની મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી બિનખેતી જમીનના પ્લોટીંગમાં કેટલાક શખ્સોને નજર બગાડી તે આસામીના મૃત્યુ પામેલા પિતાનું નામ કરારમાં દર્શાવી ખોટા કાગળો ઊભા કરી લેતા ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
જામનગરના લીંડીબજાર વિસ્તારમાં આવેલી મણિયાર શેરીમાં રહેતા અબ્દુલકાદર અબ્દુલઈશા મંઢા નામના મેમણ વૃદ્ધની અડતાલીસ વીઘા જેટલી કિંમતી જમીન મહાપ્રભુજીની બેઠક પાછળ આવેલી છે તે જમીનને બિનખેતી કરાવવામાં આવ્યા પછી તેમાં પ્લોટીંગ કરાવવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૧૧માં પ્લોટીંગ થયા પછી અબ્દુલકાદર મંઢાના પિતા મૃત્યુ પામ્યા હોવા છતાં તેઓનું નામ કરારમાં દર્શાવી કેટલાક પ્લોટનો વેચાણ કરાર કરી નાખવામાં આવ્યો હોવાની વિગત અબ્દુલકાદર સુધી પહોંચતા તેઓએ તપાસ કરતા પટેલ કોલોનીમાં રહેતા વજશીભાઈ ભીમશીભાઈ નંદાણિયા, ગુલાબનગરવાળા અમીન મામદ મંઢા, ધોરાજીમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા હારૂન રસીદ મંઢા તથા લાખાબાવળના અલ્તાફ ખીરા અને કાલાવડનાકા બહાર રહેતા અસરફમામદ મંઢાએ ખોટો કરાર ઊભો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આ બાબતની અબ્દુલકાદરે ગઈકાલે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે. લાંબા સમય પછી મૃતક વ્યક્તિના નામે ખોટા વેચાણ કરાર ઊભા કરી જમીન કૌભાંડ કરાયાનું પોલીસ દફતરે નોંધાતા