જામનગર, તા.રપ
જામનગર આમ્રપાલી બુધ્ધ વિહાર સમિતિ દ્વારા સામુહિક બૌધ્ધ ધમ્મની દીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દીક્ષાભૂમિ, નાગપુરથી આંતરરાષ્ટ્રીય બૌધ્ધ ધર્મગુરૂ ભદન્ત આર્ય નાગાર્જુન સુરઇ સસઇ તથા અન્ય ભારતીય ભિખુ મહાસંઘના મહત્ત્વના જવાબદાર ભદન્ત અને ભિખુસંઘ ઉપસ્થિત રહ્યા હતા. જેમાથી બુદ્ધ ધર્મગુરૂના આર્શીવચન લઇ ૨૮૮ લોકોને દીક્ષા અપાવી હતી.
જામનગરમાં આમ્રપાલી બુદ્ધ વિહાર સમિતિ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર રાજયકક્ષાનો બૌદ્ધ ધમ્મ દીક્ષા મહોત્સવ આજે યોજાયો હતો. આ દીક્ષા મહોત્સવમાં જામનગર, રાજકોટ, દ્વારકા, ગીરસોમનાથ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકોએ આવી દીક્ષા લીધી હતી.
આજે સવારથી લાલ બંગલો સર્કલ, પાસે આવેલ ડૉ.બાબાસાહબ આંબેડકર સ્ટેચ્યુથી ભવ્ય ધમ્મ કારવા દીક્ષા સ્થળ સુધી યોજઈ હતી. જેમાં ૨૮૮ દીક્ષાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થતિ રહ્યા હતા આ સિવાય આ કાર્યક્રમમાં મૂળ જાપાનના ભદન્ત આર્ય નાગાર્જુન સુરઇ સસાઇ દીક્ષા ભૂમિ નાગપુર ખાતેથી ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત ચંદ્રમણી બુદ્ધ વિહાર નાગપુર થી ભદન્ત ધમ્મસાથી અને ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર પોરબંદરથી ભીખુ પ્રજ્ઞા રત્નજી તમામ ૨૮૮ લોકોને ધમ્મ દીક્ષા અપાવી હતી. આ કાર્યક્રમમાં ૫૦૦૦થી વધારે લોકો દીક્ષાના કાર્યક્રમમાં જોડાયા હતા અને બુદ્ધ ધર્મગુરૂના આશીર્વચન પાઠવ્યા હતા.