જામનગર,તા.૧પ
સ્વાઈનફ્લૂએ પ્રવર્તમાન સમયમાં કાળો કેર વર્તાવયો છે. આજે વધુ એક દર્દીએ સારવારમાં દમ તોડ્યો હતો. આ દર્દી પણ પોરબંદર પંથકના હતાં. છેલ્લા ત્રણ દિવસમાં જામનગરની હોસ્પિટલમાં ત્રણ દર્દીના મૃત્યુ થયા છે.પોરબંદરના કુતિયાણાના ખીમજીભાઈ નામના ૬પ વર્ષના વૃદ્ધને સ્વાઈનફ્લૂના રોગની બીમારીના કારણે ગત તા.૪.ર.ર૦૧૯ના સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલના આઈશોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તેમનું આજે પરોઢિયે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. છેલ્લા ત્રણ દિવસમાં સ્વાઈનફ્લૂના ત્રણ દર્દીના જામનગરની હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યા છે. આ ત્રણેય દર્દીઓ પોરબંદર પંથકના હતાં. છેલ્લા દોઢ માસમાં જામનગરની હોસ્પિટલમાં સ્વાઈનફ્લૂના રોગમાં દસ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. હાલ પણ જામનગરની હોસ્પિટલના આઈશોલેશન વોર્ડમાં ૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે એક શંકાસ્પદ દર્દી છે જેનો રિપોર્ટ સાંજે મળશે.
જામનગરમાં સ્વાઈનફ્લૂના વધુ એક દર્દીનું મોત : ત્રણ દિ’માં ત્રણ મોત

Recent Comments