જામનગર તા ૭
જીજી હોસ્પિટલમાં આજે બપોર એક નવજાત બાળકીની ઉઠાંતરીનો બનાવ બન્યો છે, નર્સના સ્વાંગમાં આવેલી મહિલાએ કરી બાળકીની ઉઠાંતરી કરીને પલાયન થઇ ગઇ હતી. જે સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.
આજે શંકર ટેકરી વિસ્તારમાં રહેતી સોહાનાબેન અફઝલ બ્લોચ નામની મહિલા ડિલિવરી માટે સવારે ૧૦ વાગ્યે જીજી હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં એડમિટ થઈ હતી અને બે વાગ્યે એક તંદુરસ્ત બાળકીનો જન્મ થયો હતો. ૪ઃ૩૦ વાગ્યે એક નર્સનો ડ્રેસ પહેરીને બાળકીની માતા પાસે આવી અને બાળકીને ઇન્જેક્શન આપવાનું છે, ઈન્જેશન લેવડાવા સાથે ચાલો.
સોહાનાબેનના સાસુ બાળકીને લઈને નર્સ જેવી જણાતી મહિલાને સાથે ગઈ, રસ્તામાં નર્સના સ્વાંગમાં આવેલી મહિલા બાળકીની માતાની પણ સહી જોઈશે, લાવો બાળકીને આપી દો, બાળકીને મહિલાના હાથમાં આપી સાસુ સોહાનાબેન પાસે ગઇ, પાછા આવીને જોયું કે નર્સના સ્વાંગમાં આવેલી મહિલા બાળકી સાથે ગુમ થઇ ગઇ હતી.
બાળકીની ઉઠાંતરીની જાણ થતા જ જિલ્લા એસ.પી.હોસ્પિટલ પહોંચ્યા હતા અને CCTV ચેક કર્યા હતા. CCTV માં મોઢે નર્સ પહેરે છે એવું માસ્ક પહેરેલી મહિલા હોસ્પિટલથી બહાર નીકળતી જણાઈ છે, પોલીસ આ ઉઠાવગીર મહિલાની શોધ ખોળ હાથ ધરી છે.