જામનગર, તા.૮
જામનગરમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ સમયાંતરે જોવા મળી રહ્યા છે. ગઈકાલે સાંજે બે કેસ પોઝિટિવ અને આજે બીજા ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ૨૪ કલાકમાં પાંચ કેસ સામે આવતા કુલ કેસની સંખ્યા ૬૬ થઇ છે.
ગઈકાલે સાંજે જામનગરમાં વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા હતાં જેમાં એક ૩૦ વર્ષનો યુવાન અને બીજો ર૭ વર્ષનો યુવાન છે. આજે બીજા ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે, એમાં એક પુરૂષ અને બે મહિલાઓ પોઝિટિવ આવ્યા છે, આ ત્રણેય લોકો ધોરાજીથી આવેલા હતા, અને એને શરદી ઉધરસ તાવની બીમારીથી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, અને ત્રણેયને પોઝિટિવ આવ્યા છે. એક યુવાન અમદાવાદથી આવ્યો હતો બીજો જામનગરનો યુવાન મુંબઈ ગયો હતો અને ત્યાંથી પરત ફર્યો હતો. બન્નેના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ મળતા તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે શનિવારે સવારના બેચમાં ચકાસણી માટે આવેલા ર૦૦ સેમ્પલો, સાંજના બેચમાં ૪૭ સેમ્પલ ગઈકાલે સવારના ૧૭૪ માંથી ૧૭ર સેમ્પલનો અને ગત્‌ સાંજના જામનગરમાં ૩૧ સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ મળ્યો છે. તો આજે સવારના બેચમાં જામનગરના ૧૩, પોરબંદરના ૧૪ દ્વારકા જિલ્લાના પ૩ અને મોરબીના પ૭ મળી કુલ ૧પ૯ સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં કુલ ૧ર દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.