જામનગર, તા.૧૧
જામનગર જિલ્લામાં આજે સવારે ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. લાલપુરથી ર૬ કિ.મી. દૂર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે. ગ્રામ્ય લોકોએ આ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. જામનગર જિલ્લાના લાલપુર, કાલાવડ પંથકમાં સમયાંતરે ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. આજે સવારે ૧૧.૧ કલાકે લાલપુરથી ર૬ કિ.મી. દૂર એપી સેન્ટર ધરાવતો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેની તિવ્રતા ૩ રીક્ટર સ્કેલની નોંધાઈ હતી. બાંગા, બેરાજા, નાની ભલસાળ વગેરે ગ્રામ્ય પંથકમાં આ ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી.