જામનગર, તા.૮
સીએએ અને એનઆરસીના કાયદાના વિરોધમાં આજે જામનગરમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ત્યાં આવેદનપત્ર પાઠવ્યું હતું અને સરકારના આ કાયદા સામે વિરોધ નોંધાવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા આજે સીએએ અને એનઆરસી કાયદાના વિરોધમાં ભવ્ય રેલીનું આયોજન થયું હતું. આજે સવારે ૧૧.૩૦ કલાકે શહેરના પ્રદર્શન મેદાનથી આ રેલી નિકળી હતી. બેનરો, પ્લેકાર્ડ અને સુત્રોચ્ચાર સાથેની આ રેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ રેલીની આગેવાની ડો. દિનેશભાઈ પરમાર, ધારાસભય વિક્રમ માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણી, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અલ્તાફ ખફી, અશોક ત્રિવેદી, એનવી ગોહિલ, માધુભાઈ પરમાર, અમીત પરમાર વિગેરેની આગેવાનીમાં આ રેલી નીકળી હતી. અને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી ત્યાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું.
આવા સમયે પ્રશ્નોનું નિરાકરણ કરવાના બદલે આ સરકાર લોકોને ગુનેગારના કઠેડામાં ઉભી કરી રહી છે. અને પ્રજાને સવાલોના જવાબ આપવાના બદલે પ્રજાને સવાલ પૂછી રહી છે કે તમે પુરવાર કરો કે તમે ભારતના નાગરિક છો. આ પગલાને અમલમાં લાવવા એનઆરસી, સીએએ, અને એનપીઆર આ ત્રણેય કાયદાઓ દેશના તાણાવાણાને વેરવિખેર કરવા માટેના ૭ પૂર્વોતર રાજ્યમાં એનઆરસી લાગુ પડતા તેના દુષપરિણામો સામે આવ્યા છે. એનસીઆર દેશમાં લાગુ કરવા સંસદમાં ચર્ચા કરવામાં આવી હતી. અને તેને લાગુ કરવા એનઆરસી કાયદો લાવવામાં આવ્યો છે.
દર દસ વર્ષ થતી જનગણનામાં ઓબીસીઓની જાતિ આધારિત જનગણનાનો છેદ ઉડાડવામાં આવ્યો છે. આવા કાયદા માનવાધિકાર વિરોધી હોય તેને રદ કરવા જોઈએ. ભારત બહુમતીના જોરી કોઈ એક ધર્મનો દેશ બની ન જાય તે માટે સંવિધાનમાં ડો.બાબા સાહેબ આંબેડકરે આર્ટીકલ ૧૪ દાખલ કર્યું હતું. જેમાં ભારતના તમામ નાગરિકોને સમાન હક્ક આપવામાં આવ્યા છે. અને તમામને કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે.
જામનગરમાં NRC-CAAના વિરોધમાં નીકળેલી વિશાળ રેલી : જિલ્લા કલેક્ટરને આવેદન

Recent Comments