જામનગર, તા.૨૬
સમગ્ર ભારત મા આજે ૨૬ નવેમ્બરને આપણા રાષ્ટ્રના બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ગુજરાતના કેવડિયા ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રમુખ અધિકારીઓની પરિષદ દરમિયાન ભારતના બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા રવિશંકરના અધ્યક્ષ સ્થાને બંધારણ દિવસ નિમિત્તે બંધારણના આમુખનો વાંચન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.