જામનગર, તા.૯
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ર૦ર૦માં લેવાયેલ માધ્યમિક શાળા પ્રમાણપત્ર ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં સમગ્ર બોર્ડનું પરિણામ ૬૦.૬૪ ટકા આવ્યું છે. હાલારના બંને જિલ્લામાં જામનગર જિલ્લાનું પરિણામ પ૭.૮ર ટકા, જ્યારે દ્વારકા જિલ્લાનું પરિણામ ૬૩.૯પ ટકા જાહેર થયું છે. સમગ્ર રાજ્યમાં કુલ ૮૦૪, ર૬૮ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૭,૯ર,૯૪ર વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૪,૮૦,૮૪પ ઉત્તીર્ણ થતાં પરિણામ ૬૦.૬૪ ટકા આવ્યું છે. સમગ્ર બોર્ડમાં એ-૧ ગ્રેડમાં ૧૬૭૧ અને એ-ર ગ્રેડમાં ર૩,૭પ૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે બોર્ડના પરિણામમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ ૬૬.૦ર ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ પ૬.પ૩ ટકા આવ્યું છે. દ્વારકા જિલ્લામાં નવ કેન્દ્રોમાં પરીક્ષા લેવાઈ હતી જેમાં કુલ ૮૩૭પ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૮રપરએ પરીક્ષા આપી હતી. જિલ્લાનું પરિણામ ૬૩.૯પ ટકા આવ્યું છે. દ્વારકા જિલ્લામાં સૌથી વધુ પરિણામ ભાટિયા કેન્દ્રનું ૮ર.૧૮ ટકા આવ્યું છે. જામનગર જિલ્લામાં પણ નવ પરીક્ષા કેન્દ્રોમાં કુલ ૧૬,૦૧ર નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૧પ,૮રર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લાનું પરિણામ પ૭.૮ર ટકા આવ્યું છે. જામનગર જિલ્લામાં સૌથી વધુ પરિણામ ધ્રોળ કેન્દ્રનું ૭૦.૮ર ટકા આવ્યું છે. સમગ્ર દ્વારકા જિલ્લામાં એ-૧ ગ્રેડમાં માત્ર બે અને એ-ર ગ્રેડમાં ૧૮૬ વિદ્યાર્થીઓ જ્યારે જામનગર જિલ્લામાં એ-૧ ગ્રેડમાં પ૭ અને એ-ર ગ્રેડમાં ૬પ૬ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.