જામનગર, તા.૧૩
જામનગરમાં આજે ટેસ્ટીંગમાં આવેલા સેમ્પલોમાંથી ચાર વ્યક્તિના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૪ થઈ છે.
આજે જેમના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે તે આરોપી પુરૂષ દર્દી છે અને તેમની ઉંમર ૩૦થી ૩૬ વર્ષની છે.
જેમાંથી એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે, જે ઓલરેડી ક્વોરેન્ટાઈનમાં જ હતાં. તેને જી.જી. હોસ્પિટલમાં કોવિડ-૧૯ વોર્ડમાં ખસેડાયા છે. જ્યારે અન્ય બે એમપીએચ ડબલ્યુના ફાર્માસીસ્ટ તરીકે સમરસ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં ફરજ બજાવતા હતાં. આઈસીએમઆરની ગાઈડ લાઈન પ્રમાણે હાઈરીસ્ક અને હેલ્થ વર્કરના ટેસ્ટીંગની ગાઈડ લાઈન પ્રમાણે તેમના સેમ્પલની ચકાસણી કરવામાં આવતા બન્ને હેલ્થવર્કરના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે કાલાવડ તાલુકાના બામણ ગામના જે શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેની સામે સ્ત્રી અત્યારચાર ધારાનો આરોપ છે. આ ચારેય કોરોના પોઝિટિવ વ્યક્તિઓમાં એક વ્યક્તિ કાલાવડ બામણ ગામના, એક અલિયાબાડાના, એક લાખાબાવળના અને એક રેફ્યુજી કોલોની, જામનગરના હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે.