જામનગર, તા.ર
જામનગરની જિલ્લા જેલમાં રહેલાં કુલ પૈકીના ૯ કેદીઓને આજે ગાંધી જયંતી નિમિત્તે મુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્યના ૧૫૮ કેદીઓની સાથે આ કેદીઓને પણ મુક્તિ મળી છે.
રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની ૧પ૦મી જન્મ જયંતી નિમિત્તે આજે રાજ્યભરની જેલમાં રહેલા કુલ પૈકીના ૧૫૮ કેદીઓને જેલ મુક્ત કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ૩૮૭ કેદીઓને સજા માફીનો લાભ આપવામાં આવનાર છે ત્યારે જામનગરની જિલ્લા જેલમાં રહેલાં ૯ કેદીઓને આજે મુક્ત કરવામાં આવ્યા હતા.
જામનગરની જિલ્લા જેલમાં રહેલાં પાકા કામના કેદી અબ્બાસભાઈ ઈબ્રાહીમભાઈ ખફી, વસ્તાભાઈ લાલજીભાઈ મહિડા, ધનજીભાઈ દેવરાજભાઈ સોનગરા, મોબુભા નાથભા માણેક, સોરાબશા ઈસુફશા રફાઈ, કાંતીભાઈ આણંદભાઈ ચાવડા, વિજય દાનાભાઈ પરમાર અને જગદીશ હરજીભાઈ ચૌહાણ નામના ૯ કેદીઓને આજે સવારે ગાંધીજીની સુતરની આટી પહેરાવી ગાંધીજીના ચીંધેલા માર્ગે જીવન જીવવાનો સંકલ્પ કરાવી મુક્તિ આપવામાં આવી હતી. આ વેળાએ જેલ ઓથોરિટીના અધિકારીઓ એન.એસ. લોહાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.