જામનગર, તા.૧
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને વિવિધ કાર્યક્રમો અન્વયે આગામી તા.ર-માર્ચના જામનગર જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકના મહત્તમ વિસ્તારોને સાંકળી વિશાળ બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
૭૬-કાલાવડ વિધાનસભાના પ્રથમ રૂટનો પ્રારંભ ભાદરા પાટિયાથી થશે જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. ૭૬-કાલાવડ વિધાનસભાના બીજા રૂટનો પ્રારંભ કાલાવડ શહેરથી થશે. જેમાં પૂર્વ મંત્રી જશુબેન કોરાટ તથા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહેશે. રેલીના ઈન્ચાર્જ સંજયસિંહ જાડેજા તથા ભુમિતભાઈ ડોબરિયા છે.૭૭-જામનગર (ગ્રામ્ય)ની બાઈક રેલીનો પ્રારંભ મોટી ખાવડીથી થશે જેનો પ્રારંભ જિલ્લા ભાજપ અધ્યક્ષ ચંદ્રેશભાઈ પટેલ તથા સાંસદ પૂનમબેન માડમ કરાવશે. રેલીના ઈન્ચાર્જ મહેન્દ્રસિંહ જાડેજા છે.
૮૦-જામજોધપુર વિધાનસભાની બાઈક રેલીનો પ્રારંભ સીદસર યાત્રાધામથી થશે જેમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મૂળુભાઈ બેરા, પૂર્વ કેબિનેટ મંત્રી ચિમનભાઈ શાપરિયા ઉપસ્થિત રહેશે. રેલીના ઈન્ચાર્જ રવિભાઈ દેલવાડિયા છે.
આ ઉપરાંત જિલ્લા ભાજપના તમામ આગેવાનો ડૉ.વિનોદ ભંડેરી, પ્રવિણસિંહ જાડેજા, ચેતનભાઈ કડીવાર, બ્રિજરાજસિંહ જાડેજા, સૂર્યકાન્તભાઈ મઢવી, ડૉ.પી.બી. વસોયા, રમેશભાઈ મુંગરા, દિલીપભાઈ ભોજાણી રેલીમાં સામેલ થશે.
રેલીને સફળ બનાવવા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ તથા જિલ્લાની ટીમ સાથે જિલ્લા ઈન્ચાર્જ અને જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, સહ ઈન્ચાર્જ વિપુલભાઈ પટેલ તથા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સુરેશ વસરા તથા તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.