(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧
જામનગરમાં રાત્રે ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સતત ત્રણ દિવસથી જમીન નીચેનો સળવળાટ જોવા મળતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. રાત્રે જામનગરથી ર૮ કિ.મી. દૂર ર.ર કલાકે પણ આ જ દિશામાં ફરી વખત ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા ર.૯ની નોંધાઈ હતી. આમ, છેલ્લા કેટલાક માસથી સમયાંતરે ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. તેમાં એક સામ્યતા એવી જોવા મળે છે કે, દરરોજ બે વખત આંચકા આવે છે અને જે બન્ને આંચકા વચ્ચેનો સમયગાળો પણ ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. ઉપરાંત સમગ્ર જિલ્લામાં મહત્તમ આંચકાઓ કાલાવડ અને ત્યારપછી લાલપુરમાં જ અનુભવાઈ રહ્યા છે.