જામનગર, તા.૧૮
ગુજરાત સરકારના વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેના કરોડો રૂપિયાના નવા પ્રોજેક્ટો અંગે એમઓયુ થનાર છે. તેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ ૩૧૦ કરોડના ૧૨૭ કામના એમઓયુ થનાર છે. જો કે જામનગરમાં નવા કોઈ ઉદ્યોગો આવનાર નથી પરંતુ ખાનગી બિલ્ડરોના બાંધકામને એમઓયુમાં ઘૂસાડી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટ-૨૦૧૯નો પ્રારંભ થઈ રહ્યો છે. તેમાં દેશ-વિદેશની કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ અંગેના એમઓયુ સાઈન કરવામાં આવનાર છે.