જામનગર, તા.૨૪
જામનગર નજીકના સચાણામાં એક પરિવારની પુત્રી સાસરેથી રિસામણે આવ્યા પછી તે બાબતની વાતચીત દરમ્યાન બે પરિવારો વચ્ચે બબાલ થઈ જતાં સામસામી ફરિયાદ નોંધાવાઈ છે. એક પક્ષે હત્યા પ્રયાસની રાવ કરી છે. હુમલામાં ચારથી વધુ લોકોને ઈજા થઈ છે.
જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા બશીરભાઈ ઈશાભાઈ કકલ પર હલીમાબેન અનવરભાઈ કકલ, એજાઝ અનવર તથા અનવર સીદીક અને નવાઝ અનવર કકલે તલવાર, છરી વડે હુમલો કરી માર માર્યો હતો. આ વેળાએ બશીરના પિતા ઈશાઅલારખા વચ્ચે પડતા તેઓને માથામાં અનવરે તલવાર ઝીંકી તેઓની હત્યાનો પ્રયાસ કર્યો હતો અને ચારેય વ્યક્તિઓએ બશીરના ઘરમાં તોડફોડ મચાવી હતી જેની બશીર ઈશાએ પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદની સામે હલીમાબેન અનવર કકલે વળતી ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તેઓની પુત્રી શહેનાઝ રિસામણે બેઠી હોય તે બાબતની વાતચીત કરવા માટે તેઓ બશીર ઈશાના ઘેર ગયા હતા જ્યાં તેઓએ આસિફના ફૂઆ ઈશાક કકલને સમજાવટ કરતા મામલો બીચક્યો હતો. શબ્બીર ઈશા, બશીર ઈશા અને ઈશા અલારખા કકલે પાઈપ, તલવાર વડે હુમલો કર્યો હતો. વચ્ચે પડનાર શહેનાઝ તથા નમીરાબેનને પણ ઈજા કરવામાં આવી હતી. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે.
જામનગર : રીસામણે આવેલી યુવતીના પરિવારે વૃદ્ધની હત્યાનો પ્રયાસ કર્યો

Recent Comments