જામનગર, તા.૧૬
જામનગર જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના કેસ પ્રકાશમાં આવેલ હોય. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારના લાલપુર રોડ પર આવેલ ઘાંચી કબ્રસ્તાન પાસેના ડી.પી. રોડના છેડે આવેલ ધનઅપૂર્વ રેસીડેન્સી તરીકે ઓળખાતી સોસાયટીમાં શિવધારા મકાન અને તેની સમગ્ર શેરીમાં સમાવિષ્ટ થતા આશરે ૪૭મકાનોનો વિસ્તાર, રણજીત રોડ પર આવેલ પંજાબ નેશનલ બેંકની સામે, કમલ મેડિકલ સ્ટોર, શૈફી ગ્લાસથી શરૂ કરી યુનિયન બેન્ક સુધીનો વિસ્તાર(આ વિસ્તારમાં આવેલ બેંકની શાખાઓ આંતરિક કામગીરી માટે કાર્યરત રહી શકશે), શરૂ સેકશન રોડ પરથી એલ.આઇ.જી આવાસ તરફ જતા રોડ પર ચામુંડા સ્ટીલ કારખાનાની પાછળ આવેલ ઈંટોના ભઠ્ઠા તરીકે ઓળખાતા વિસ્તારમાં ૫૦ મી. લંબાઈએ આવેલ શેરીના આશરે ૧૫ મકાનોનો વિસ્તાર, ધરારનગર પાસે આવેલ સલીમ બાપુના મદ્રેસા નજીક કાદીરી રોડ તરીકે ઓળખાતા વિસ્તારમાં આશરે ૫૦ મી. લંબાઈમાં આવેલ ૧૨મકાનોનો વિસ્તાર, દિગ્વિજય પ્લોટ ૪૫પર આવેલ માલુભાન ચોક તરીકે ઓળખાતા વિસ્તારમાં પશ્ચિમ તરફ આવેલ વિમલનાથ એપાર્ટમેન્ટના છેડાની સામેની ગલીમાં આવેલા વાઘેલા નિવાસ તરીકે ઓળખાતા મકાનવાળી આશરે ૫૦ મી.લંબાઈમાં સમાવિષ્ટ ૨૫મકાનોનો વિસ્તાર અને સેન્ટ્રલ બેંક રોડ પર આવેલ શેઠફળી શેરી નં. ૨, ખુશાલી રેસીડેન્સી પાસે ખોડીયાર કૃપા મકાન તથા ખેતરપાળ દાદાની ડેરીથી શરૂ કરી આશરે ૫૦ મી. લંબાઈમાં સમાવિષ્ટ થતો કુલ ૧૦ મકાનોના વિસ્તારને તા. ૧૫-૦૬-૨૦૨૦ થી કોવિડ-૧૯ ક્નટેન્મેંટ વિસ્તાર તરીકે જાહેર કરેલ છે.
આ વિસ્તારોમાં આવશ્યક સેવાઓ પૈકી માત્ર દૂધ, તબીબી સેવાઓ સિવાયની તમામ પ્રકારની પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે.આ હુકમ સરકારી ફરજ ઉપરના અથવા રોજગારીમાં હોય તેમજ ભારત સરકારશ્રી દ્વારા જાહેર કરેલ રોજિંદા જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ પૈકી માત્ર દૂધ,તબીબી સેવાઓના ધંધા/વ્યવસાયમાં સંકળાયેલા પાસધારકોને તેમજ અવર-જવર માટે સક્ષમ અધિકારીની મંજૂરી મેળવનારને લાગુ પડશે નહીં આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ પગલાં લેવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ-૫૧થી ૫૮તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.