દિલ્હીના જામિયામિલ્લિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં ગતરોજ સંસદ કૂચ કરી રહ્યા હતા તે દરમ્યાન પોલીસે વિદ્યાર્થીઓ પર બર્બરતાથી હુમલો કરતા અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ઘાયલ થયા હતા. આ ઘટનાના વિરોધમાં મંગળવારે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે ઓલ ઈન્ડિયા ડીએસઓ અને ઓલ ઈન્ડિયા એમએસએસ દ્વારા શાંત દેખાવો કરવામાં આવ્યા હતા. જેમાં સ્વૈચ્છિક સંગઠનોના પ્રતિનિધિઓ, કર્મશીલો, વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
જામિયાના વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા હુમલાના વિરોધમાં ગાંધી આશ્રમ બહાર શાંત દેખાવો યોજાયા

Recent Comments